STORYMIRROR

MILAN LAD

Classics Drama

3  

MILAN LAD

Classics Drama

હાશકારો... તમને મળ્યાનો !

હાશકારો... તમને મળ્યાનો !

1 min
9.3K


હાશકારો થયો કોઈક પોતીકા આવ્યાનો,

જાણે અમાસની રાતે અજવાળું થયાનો,


હતી ભીડ લાખોની તો પણ એકલો હતો,

શું કહું ભાવ મારા હ્રદયનો તમને મળ્યાનો!


કહો! કાં ભુલા પડ્યા આજ આ શેરીએ,

કે અહેસાસ થયો કૈંક અહીં રહી ગયાનો,


જણાવશો ખબર અંતર કેમના છે તમારે!

ને કહો, સમય યાદ છે સાથ જીવી ગયાનો,


હા કેમ નહિ! યાદ જ છે મને આ વગડો,

ઉંમર નથી થઈ કે રોગ લાગે ભૂલી જવાનો,


રંજ છે મનમાં માત્ર એ પળ નહીં મળવાનો,

બાકી મનેય હરખ ઘણો છે ભેળા થયાનો!


ચાલ મળ્યા છે તો જીવી લઈએ ફરીવાર,

અવસર અનેરો ફરી ફરી ક્યાં મળવાનો!


લાગણીભર્યા હેતડા લડાવીશું એકમેકને,

અફસોસ તો ના રહે સમય વીતી ગયાનો!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics