STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Inspirational

હાર જીત

હાર જીત

1 min
364

વાત હોય હારની દ્રૌપદીને સીતા યાદ આવે છે,

જીતમાં હનુમાનને કૃષ્ણની ગીતા યાદ આવે છે.


આ જીવન સંબંધો અને બધા કર્મ, ધર્મનું જ્ઞાન,

કુરુક્ષેત્રે વીર અભિમન્યુની ચિતા યાદ આવે છે.


સ્વયંવરને મત્સ્ય વેધ એક ટંકાર એક અવાજ,

કુળ અને વર્ણ પુછતા કર્ણને માતા યાદ આવે છે.


અર્જુનનું બળ અને એકલવ્ય સાથે કરેલું છળ, 

એક અંગુઠો અશ્વત્થામાના પિતા યાદ આવે છે.


મુંઝવણમાંથી માર્ગ કાઢવા એક વહેતો કિનારો,

ગંગા પુત્ર ભીષ્મને 'ઝીલ' સરિતા યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational