હાલત
હાલત
એકલો રસ્તે ચાલી રહ્યો છું હું,
રસ્તે મુજને કોઈ મળતું નથી,
અજાણતાં કોઈ સામે મળે તો પણ,
હાલત મારી કોઈ પૂછતું નથી.
ચાલી ચાલીને થાકી ગયો છું હું,
વિસામો ક્યાંય મળતો નથી,
ભૂખ તરસથી પીડાઉં છું તો પણ,
અન્ન જળ ક્યાંય મળતું નથી.
સૌની સાથ આપી ચૂક્યો છું હું,
સાથ મારો કોઈ નિભાવતું નથી,
હાથ જોડીને બોલાવું છું તો પણ,
મારી સામે જોનાર કોઈ નથી.
કંટાળીને સ્મશાનમાં આવ્યો છું હું,
બેસવાની જગ્યા મળતી નથી,
કબરમાંથી અવાજ આવ્યો "મુરલી",
અમને સાથ દેનાર આજે કોઈ નથી.
