STORYMIRROR

Vandana Patel

Inspirational Children

3  

Vandana Patel

Inspirational Children

હાલરડું

હાલરડું

1 min
248

હાલા બાઈ વાલા કરું 

મારી સ્તુતિને આવે જો નીંદર,

નીંદર કહે છે હું આવું, ધ્રુવની વાત લાઉં.

ધ્રુવે તપ કર્યુ ખુબ, શ્રી વિષ્ણુના ખોળામાં બેઠો.

હા.... હા.....હાંત....


હાલા બાઈ વાલા કરું 

મારી સ્તુતિને આવે જો નીંદર

નીંદર કહે છે હું આવું 

અભિમન્યુની વાત કરું

એ પરાક્રમી યોધ્ધો, છેલ્લી ઘડી સુધી લડ્યો.

હા...,, હા... હાંત..... 


હાલા બાઈ વાલા કરું 

મારી સ્તુતિને આવે જો નીંદર 

નીંદર કહે છે હું આવું

નચિકેતાની વાત કરું

નીડર નચિકેતા યમરાજાથી ના ડર્યો.

હા ......હા......હાંત......


હાલા બાઈ વાલા કરું

મારી સ્તુતિને આવે જો નીંદર

નીંદર કહે છે હું આવું

એકલવ્યની વાત કરું

એકલવ્યે ગુરુના ચરણે અંગૂઠો ધરી દીધો.

હાં.......હા..... હાંત.....


હાલા બાઈ વાલા કરું 

મારી સ્તુતિને આવે જો નીંદર 

નીંદર કહે છે હું આવું

રાજા ભરતની વાત કરું

બાળ ભરત વનમાં સિંહના ગણે દાંત.

હા....... હા હાંત......


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational