હાલને પોંખ ખાવા જઈએ
હાલને પોંખ ખાવા જઈએ
હાલને મારા ભાઈબંધ હાલને મારી રે સંગાથ,
આપણે જઈએ ખેતરમાં પકડી લે મારો હાથ.
પીઝા, બર્ગર ને ચાઈનીઝ ખાવાનો નથી શોખ,
ખેતરમાં ખાવો છે ઘઉંનો ગરમા ગરમ રે પોંખ.
પાકા જ ઘઉંનાં કણસલાનાં ગુંથીશુ રે ચોટલા,
મોજમસ્તીનાં સાથે બેસીને બાંધીશુ રે પોટલા.
લાકડા લાવીશું, તાપણી કરીશું પોંખ રે પાડીશુ,
મીઠો મીઠો ગરમા ગરમ પોંખ આપણે ખાઈશું.
હાથથી ભૂંજશુ મોંથી ફૂંકશુ વહેંચી પોંખ ખાશુ,
ગરમા ગરમ મીઠો પોંખ ખાવાની મોજ માણશુ.
પંખી સંગ વાતુ કરીશું કુદરતનાં ખોળે રમીશુ,
પોંખ ખાતાં ખાતાં આંનદથી અમે રે ઝૂમીશુ.