હાઈકુ રસા સ્વાદ
હાઈકુ રસા સ્વાદ
ટુકમા ઘણુ ઘણુ કહીશકાય અને શબ્દ ચિત્રના આલેખ થી ભાષા સાહિત્યમા ઓળખાતા હાઇકુ સાહિત્ય પ્રકાર સારી રીતે ખેડાણો છે . મૂળ જાપાની એવા આ સાહિત્ય પ્રકારે ગુજરાતી મા પણ સ્થાન મેળવ્યુ છે . જોઈએ આવા હાઈકુ નો રસાસ્વાદ.
વાદળ છાયા વાતાવરણ મા આભમા દેખાતા ટમકતા તારા ગ્રહો ની સાથે રમતા વાદળની સંતાકુકડી ની રમત મા થંભી જતી મોસમ અને એ વાદળ મા એકાદ ચમકતુ ચાદરડુ દેખાય ત્યારે સર્જક તેના સર્જનના રંગ પુરતા હાઈકુ મા કહે છે .
આભ એકલુ
જુરે ચાદરડીયુ
વર્ષા મોસમ
વર્ષા મોસમમા બીજા ચાદરડા ન દેખાતા એકલુ ચાદરડુ જુરતુ દેખાવાની વાત કહી છે .
ઉનાળા મા પાણી વિના સુકાતા તરુ ઠૂઠા ઠરડા જેવા દેખાય .ખરેલા પાન અને શુષ્ક ડાળીઓ ના એ તરુપર પોપટ બેસે અને સર્જક ની મીટ તેના પર પડે .અને રચે હાઈકુ .
ઝાડવા સુકા
પોપટ બેઠા ત્રણ
કૂપળ ફૂટી.
લીલા પોપટ ના રંગ પાનની કૂપળ જેવા દેખાતા એ સુકા તરુને કૂપળ ફૂટી હોય તેવુ લાગે .
મનજીભાઈ કાળુભાઈ મનરવ .
