STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Abstract Action Classics

4  

Manjibhai Bavaliya,મનરવ

Abstract Action Classics

હાઈકુ રસા સ્વાદ

હાઈકુ રસા સ્વાદ

1 min
4

ટુકમા ઘણુ ઘણુ કહીશકાય અને શબ્દ ચિત્રના આલેખ થી ભાષા સાહિત્યમા ઓળખાતા હાઇકુ  સાહિત્ય પ્રકાર  સારી રીતે ખેડાણો છે . મૂળ જાપાની  એવા આ સાહિત્ય પ્રકારે  ગુજરાતી મા પણ સ્થાન મેળવ્યુ  છે . જોઈએ આવા હાઈકુ નો રસાસ્વાદ. 

વાદળ છાયા વાતાવરણ મા આભમા દેખાતા ટમકતા તારા ગ્રહો ની સાથે  રમતા વાદળની સંતાકુકડી  ની રમત મા થંભી જતી મોસમ  અને એ વાદળ મા  એકાદ ચમકતુ ચાદરડુ  દેખાય ત્યારે  સર્જક તેના સર્જનના રંગ પુરતા હાઈકુ મા કહે છે .

આભ એકલુ 
જુરે ચાદરડીયુ
વર્ષા મોસમ

 વર્ષા મોસમમા  બીજા ચાદરડા ન દેખાતા  એકલુ ચાદરડુ જુરતુ  દેખાવાની વાત કહી છે .
 ઉનાળા મા પાણી વિના સુકાતા તરુ  ઠૂઠા ઠરડા જેવા દેખાય .ખરેલા પાન અને શુષ્ક ડાળીઓ  ના એ તરુપર  પોપટ બેસે  અને સર્જક ની મીટ તેના પર પડે .અને રચે હાઈકુ .

 ઝાડવા સુકા
 પોપટ બેઠા ત્રણ
કૂપળ ફૂટી.

 લીલા પોપટ ના રંગ  પાનની કૂપળ જેવા દેખાતા એ સુકા તરુને કૂપળ ફૂટી હોય તેવુ લાગે .

મનજીભાઈ કાળુભાઈ મનરવ .


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract