STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

હા મને પ્રેમ છે

હા મને પ્રેમ છે

1 min
1K

હા મને પ્રેમ છે, હું પ્રેમ કરું છુ,

તને અગણિતપ્રેમ કરું છુ,

શબ્દોમાં જેટલી વાચા, 

એટલો મૂક પ્રેમ કરું છુ,

હા, હું તને પ્રેમ કરું છુ. 


હા, મને પ્રેમ છે, હું પ્રેમ કરું છુ,

જીવનનો પ્રેમ આપવા 

તને અનરાધાર પ્રેમ કરું છુ,

હા, હું તને પ્રેમ કરું છુ.


હા, મને પ્રેમ છે હું પ્રેમ કરું છુ,

આવે જો વાવાઝોડું તો એમાં, 

પણ તને સમેટી લઉ,

એટલો પ્રેમ કરું છું,

હા હું તને પ્રેમ કરું છું.


હા, મને પ્રેમ છે હું પ્રેમ કરું છુ,

દિવસ અને રાત એક છે,

સાંજની ઉદાસીમાં તારી,

મેહની જેમ રાહ જોવું છુ,

હા, હુ તને પ્રેમ કરું છુ.


હા, મને પ્રેમ છે, હું પ્રેમ કરું છુ, 

કહી ના શકું એટલો તને પ્રેમ કરું છુ,

હા હુ તને પ્રેમ કરું છુ,


હા, મને પ્રેમ છે, હું પ્રેમ કરું છુ,

જયારે તને જોઉં છુ,

ખીલતી જાઉં છુ,

અને ખીલતી જાઉં છુ,

હા, તને હું પ્રેમ કરું છુ.


હા, મને પ્રેમ છે, હું પ્રેમ કરૂ છુ,

અંદર અંદર આનંદથી,

એક થતી જાઉં છુ,

હા તને હું પ્રેમ કરું છુ.


હા, મને પ્રેમ છે, હું પ્રેમ કરું છુ,

એકાંતની ક્ષણોમાં તને યાદ કરી,

એકાંતને દૂર કરૂ છુ,

હા તને હું પ્રેમ કરું છુ. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance