હા હું પુરુષ છું
હા હું પુરુષ છું
હા હું પુરુષ છું સમસ્યાઓ સામે આપુ હું પડકાર છું,
જિંદગીના જંગ સામે હારું નહિ એવો હું લલકાર છું,
કુટુંબનું છત્ર છું, કડક મિજાજ છું તોયે સૌના હૈયાનો ધબકાર છું,
કહેવા ખાતર તો હું નિર્દય છે પણ અંદરથી લાગણીનો ભંડાર છું,
આંખોમાં ઉકળતી આશ છું પડકારો સામે આપુ હું લલકાર છું,
જીવન સાગરમાં કુટુંબરૂપી નૈયાનો હું પતવાર છું,
ઉપરથી નાળિયેર જેવો કડક પણ ભીતરથી હું દિલદાર છું,
હા હું પુરુષ છું સૌ માટે લાવું હું સુખોની વણઝાર છું.
