ગુસ્સો અને સ્નેહ
ગુસ્સો અને સ્નેહ
ગુસ્સો કરશું તો જીવનમાં પીળું પાન બની ખરશું
સ્નેહ કરશું તો પ્રેમ તણા પુષ્પો ખીલાવશું
ગુસ્સો કરવાથી નઈ પ્રેમથી સંસાર સુંદર બનાવશું
અમે સંગ કાના અને રાધાની જેમ સાથે રહીશું
સામે મળીને ગુસ્સો કર્યા વગર સુખ દુઃખ સહેશું
ગુસ્સો કરવાથી નઈ પ્રેમથી સંસાર સુંદર બનાવશું
સાથે રહીને એમ પ્રેમને માણશું ને ગુસ્સાને માંરશું
જીવનમાં ભવસગારનાં દરિયાને દુનિયા માનશું
ગુસ્સો કરવાથી નઈ પ્રેમથી સંસાર સુંદર બનાવશું
પ્રેમથી રહિને સાથે માસુમિયત્ ખીલાવશું
ગુસ્સાની નૈયાને અમે જી
વન માંથી ભગાડશું
ગુસ્સો કરવાથી નઈ પ્રેમથી સંસાર સુંદર બનાવશું
બાળકો બની સાથે ચિત્ત એકાગ્રથી નિભાવશું
મનમાંથી ગુસ્સા કેરા પહાડોને બહાર નીકાલશું
ગુસ્સો કરવાથી નઈ પ્રેમથી સંસાર સુંદર બનાવશું
પ્રેમથી સાગર સંસાર કેરા સંગાથે રહીને તરશું
હોડી હલેસાં બની ગુસ્સો ત્યજી મસ્તીથી ફરશું
ગુસ્સો કરવાથી નઈ પ્રેમથી સંસાર સુંદર બનાવશું
કંટક દૂર કરી ગોકુળ માનીને તેને શોભાવશું
પ્રેમથી સાથ નિભાવીને અમે સુંગધ પાથરશું
ગુસ્સો કરવાથી નઈ પ્રેમથી સંસાર સુંદર બનાવશું