STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

ગુંજતી કરે છે !

ગુંજતી કરે છે !

1 min
14.1K


તમારા વિના આ જીવન વહે છે

સવાર અને સાંજ કાનમાં કહે છે

 

પહેલા પ્યારની સુગંધ હજી પણ

અંતરને કેવી તરબતર કરે છે

 

યાદોમાં તમારી ઝલક પણ ગમે છે

એકાંતને આવી જોને સોને મઢે છે

 

વિતેલ વર્ષોની ઝીણી ઝીણી ઝરમર

આજની ઘડીને પલ્લવિત કરે છે

 

રંગીન દિવસોને રુમઝુમતી રાતો

અધુરી ‘પમી’ આજે બેચેન બને છે

 

હિસાબને કિતાબની રોજનીશી લખતી

કોરા કાગળ પર ખાલીપો ચિતરે છે

 

જીવનની વીણા આજે બેસુરી થઈ છે

તાર ખેંચી તેને પાછી ગુંજતી કરે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy