ગુમ થાય છે
ગુમ થાય છે


એક પછી એક પતંગ કપાય છે,
સહકારી બેંકો પણ હવે કપાય છે,
સહકારી ધોરણે બનેલી આ બેંકો,
સહકારી ધોરણે લૂંટાય છે,
દગો દીધો ડિરેક્ટરોએ લોકોને,
ધીરાણ આપી બચતો ડૂબાડાય છે, &
nbsp;
ગાંધી વૈદનું ચાલ્યું સહીયારુ,
ભ્રષ્ટ રાજકારણ અહીં ખેલાય છે,
કરવો તો કોનો કરવો વિશ્વાસ!,
રૂપિયો પણ અહીં ગુમ થાય છે,
સહકારી બેંક હોય કે સરકારી કે ખાનગી.
ભ્રષ્ટાચાર જ થાય છે.