ગુલાબ ચૂંટતા
ગુલાબ ચૂંટતા
કાંટો વાગે
ક્યારેક ગુલાબ ચૂંટતા હાથમાં
ક્યારેક વનમાં ચાલતા પગમાં
ક્યારેક કાનમાં સાંભળતા મનમાં
કયારેક સંજોગો સંભાળતા આતમનમાં,
કાંટા તો વાગે
પણ
સમજણરૂપી મલમ તેને રુઝાવે
માની મમતા તેને પ્રેમથી રુઝાવે
મિત્રની મૈત્રી તેને માનથી રુઝાવે
પુસ્તકની પ્રિયતા તેને પરખથી રુઝાવે,
કાંટા થકી ફૂલોની સેજની કિંમત સમજાય
અમાસ થકી પૂનમની ચાંદનીની કિંમત સમજાય
કાંટાને પણ ફૂલ જેવો પ્રેમ કરાય.