STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

ગુજરાત

ગુજરાત

1 min
419

હુ ગુજરાતી,

હુ ગુજરાતની,

હુ ગુજરાતણ,

મારી ભાષા ગુજરાતી, 

હુ સેવાભાવી નારી,

જનસેવા એજ પ્રભુસેવા.


હુ ગુજરાતી 

મારુ ગમતીલુ ગુજરાત,

ઠેર ઠેર સંભળાતી ભાષા ગુજરાતી, 

રણકો મારા ગુજરાતનો સમગ્ર દેશમાં 

જનસેવા એજ પ્રભુસેવા.


અહીં સાબરમતી , અહી તાપી, 

અહી મહી , અહી નર્મદા,

અહી પર્વતોની હારમાળા ,

રણકો મારા ગુજરાતનો સમગ્ર દેશમાં,

"જનસેવા એજ પ્રભુસેવા"


જય સોમનાથ, જયદ્વારકાધિશ,

જયગણપતપુરા, જયશંખલપુર,

ઠેર ઠેર યાત્રા તીર્થધામ,

રણકો મારા ગુજરાતનો સમગ્ર દેશમાં, 

જનસેવા એજ પ્રભુસેવા. 


એવી મારી ગુજરાતની ધરતી,

જય જય ગરવી ગુજરાત,

રણકો મારા ગુજરાતનો સમગ્ર દેશમાં, 

જનસેવા એજ પ્રભુસેવા. 


જ્યાં જન્મયા છે કવિ નરસિંહ મહેતા,

કવિ કલાપી, કવિ નર્મદ અને મીરાબાઇ,

એ પવિત્ર પાવન ભૂમીને સલામ,

જય જય ગરવી ગુજરાત,

રણકો મારા ગુજરાતનો સમગ્ર દેશમાં, 

જનસેવા એજ પ્રભુસેવા. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational