ગુજરાત વંદના
ગુજરાત વંદના
ધન્ય તું ધન્ય ધરા ગુજરાત,
તું રમે ભારતમાંની કાખ,
જ્યાં શોભે ગરવો ગિરનાર,
કરે ત્યાં ગર્જના વનરાજ.
જ્યાંથી કરે શ્રી કૃષ્ણ રાજ,
ત્યાં શિવ હરે સોમનાં પાપ,
દેવી બિરાજે દેવ સાથ,
ચામુડ; કાલી; અંબા માત.
જ્યાં મડદાય લડે મેદાન,
ત્યાં પાણે-પાણે ઇતિહાસ,
વીર; સુરા; સિંહો અને સંત,
નથી જેનો જ્યાં કોઇ અંત.
આઝાદીની તું આગેવાન,
રાખ્યાં અખંડ હિંદી રાજ,
જળ-થળ અને રે આસમાન,
ક્રાંતિ કરી છે તે રણમાંય.
ભારત દેશની છે તું આંખ,
જગત આખાની તું સરદાર,
વિકાસનો ચિંધ્યો તે પંથ,
જાણે છે તું જાગતો ગ્રંથ.
'અર્જુન' કે' વંદો એ માત,
જેને નમે પૂરો સંસાર,
જય જય હો તારી ગુજરાત,
ધન્ય તું ધન્ય ધરા ગુજરાત.