STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

3  

Arjun Gadhiya

Inspirational

ગરવો ગુજરાતી

ગરવો ગુજરાતી

1 min
415


ગરવો ગુજરાતી તો તેને કહીએ, જે ડંકા બજાવી જાણે રે,

પરદેશમાં જઈને વસે તોયે, મન ગુજરાતે જ રાખે રે.


સકલ લોકમાં વ્યાપાર કરે, દેશને ચિંધે કેડી રે,

સાવજ સંગાથે વાતો કરે, ધન ધન એ ગુજરાતી રે.


સરદારને રાણા; શ્યામજી, આ ધરતી જેની માત રે,

મોરારજીને મોદી જોને, અંબાણીના મોટા નામ રે.


ગિરનારના ગૌરવ જેને, વિહરે ગીરનાં વનમાં રે,

નર્મદા જેની જીવાદોરી, ક્રાંતિ કરી એણે રણમાં રે.


સોમનાથને ડાકોર જેને, આશિષ મઢવાળી માતના રે,

દ્વારિકા ધામે યાત્રા થાતી, સકલ તીરથ તેને ઘરમાં રે.


મા ભારતી ચિંતા રહિત છે, સંકટ જેના નિવાર્યા રે,

ભણે ‘અર્જુન’ આ લોકમાં, કૂળ ગુજરાતી ન હાર્યા રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational