ગોવાળિયો
ગોવાળિયો


લાકડીના ટેકે એક ઊભો ગોવળીયો,
ગાયો ચરાવતો દીઠો રે લોલ,
માથે છે ફાળિયું ને પહેર્યું છે કેડિયું,
વાંસળી વગાડતો દીઠો રે લોલ,
હાથમાં છે કડલાં ને પગમાં છે મોજડી,
કાંટામાં અથડાતો દીઠો રે લોલ,
ખૂલ્લા આકાશ ને ધરતીની ગોદમાં,
દુહા લલકારતો દીઠો રે લોલ,
હાલ્ય મારી ભૂરી ને, હાલ્ય મારી કાળી,
હુંકારે હલકારતો દીઠો રે લોલ.