STORYMIRROR

Nitesh Joshi

Comedy

2  

Nitesh Joshi

Comedy

ગોઠવો

ગોઠવો

1 min
14K


 

એક તો શબ્દ ને છંદમાં ગોઠવો, 
લાગણી ને ગઝલ સંગમાં ગોઠવો.

આમ બેરંગ લાગે ભલે જીંદગી,
પ્રેમથી દેહને રંગમાં ગોઠવો. 

ખૂટવાની નથી લાલસા માનવી, 
આંખથી મોહને ઢંગમાં ગોઠવો.

ખર્ચ જો થાય છે કિંમતી શ્વાસ તો,
કોઇની વારતા વ્યંગમાં ગોઠવો.

આજ હ્ર્દયા સમયને અહીં માન છે,
ખુદને મોક્ષના જંગમાં ગોઠવો.

     By:-joshi... (હ્ર્દયા) 

           19/4/17


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy