STORYMIRROR

Nitesh Joshi

Inspirational

2  

Nitesh Joshi

Inspirational

જેને શોભે એને જ શોભે બંદૂક

જેને શોભે એને જ શોભે બંદૂક

1 min
14.3K


જેને શોભે એને જ શોભે એવી છે આ બંદૂક,

રક્ષણ માટે સોહે ના કે આતંક માટે બંદૂક.

 

સરહદ ઉપર સોહે, ના કે ઘરમાં આ બંદૂક,

વેર તો ખુદ માટે ઘાતક છે પછી શું કરે બંદૂક?

 

જીવ બચાવા ઉપયોગી છે ને જીવ લે આ બંદૂક,

કાયરતાનું પ્રમાણ કયારેક બતાવે છે બંદૂક.

 

શબ્દે માર્યા મરી જતા ત્યારે ક્યા હતી બંદૂક?

માણસને અભિમાન કરાવી માન ઘટાડે બંદૂક.

 

એક બંદૂક મરણ આપે એક જીવ બચાવે બંદૂક,

જોષી આપણે કલમ ભલી ને એ જ આપણી બંદૂક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational