STORYMIRROR

Nitesh Joshi

Children

2  

Nitesh Joshi

Children

મિત્ર

મિત્ર

1 min
2.6K


થોડા મારાથી દૂર અને
થોડાક નોખા થઈ ગયા.
મારા નાનપણના મિત્રો,
હવે તો મોટા થઈ ગયા.

થોડાક સપના પૂરા થયા
થોડાક ત્યાં વિખેરાઈ ગયા.
મારા નાનપણ ના મિત્રો,
હવે તો મોટા થઈ ગયા.  

નિઃસ્વાર્થ ભાવે સાથ દેતા
સ્વાર્થ માટે બોલતા થઇ ગયા.
મારા નાનપણ ના મિત્રો
હવે તો મોટા થઈ ગયા. 
 

ખાલી ખીસ્સે આનંદ માણતા
રુપિયે જાણતા થઇ ગયા. 
મારા નાનપણના મિત્રો
હવે તો મોટા થઈ ગયા.

કોઇ જીવન બની જીવી ગયા.
કોઇ યાદ બનીને રહી ગયા.
મારા નાનપણના મિત્રો;
હવે તો મોટા થઈ ગયા.

સમય સાથે હાથ મિલાવા
જોષી જ પાછળ રહી ગયા.
મારા નાનપણના મિત્રો,
હવે તો મોટા થઈ ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children