STORYMIRROR

Nitesh Joshi

Others Inspirational

2  

Nitesh Joshi

Others Inspirational

મને સમજાવ મા

મને સમજાવ મા

1 min
13.7K


બહુ થયું એમ લાગે છે.
શૂન્ય શૂન્ય કેમ લાગે છે?
થાકી ગયો છું
સુવડાવ, મા. 
ભુખ લાગી છે
ખવડાવ, મા.
મારે અંગે અંગ બહુ જામ્યો છે મેલ,
આવ ફરી ધસી ધસીને નવડાવ, મા.

નથી રહ્યું સુખ એમ લાગે છે.
તારા વિયોગનું દુઃખ લાગે છે.
હું ભટકી ગયો છું સંસારમાં, 
પોરવાઇ ગયો છું વિકારમાં. 

બહુ ભુલ્યો ભાન, મા.
ખોઈ બેઠો સન્માન, મા.

તું ફરી 'હ્ર્દયા'ને
સમજાવ વહેવાર, મા.


Rate this content
Log in