Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Nayak

Romance

3  

Nisha Nayak

Romance

ગોઠડી

ગોઠડી

1 min
177


પક્ષી કરે છે આકાશ સંગ ગોઠડી, 

સપના જોયાં તા કે ઊડું તુજ સંગ, 

પણ મળ્યો પાંજરા કેરો સંગ. 


નદી કરે છે સાગર સંગ ગોઠડી,

કે મારે બનવું તું લહેર, 

પણ સમાઈ ગઈ તારી લહેરો સંગ. 


શબ્દ કરે છે ગીત સંગ ગોઠડી, 

કે છેડ્યાતા કેટલા સપ્તરંગી સૂર, 

પણ મળ્યો તૂટેલાં તાર કેરો સંગ. 


દુઃખ કરે છે પીડા સંગ ગોઠડી,

પીડા કરે છે તન્હાઈ સંગ ગોઠડી,

જોયા તા કેટલા સુનહરા સપના,

પણ મળ્યો અશ્રુ કેરો સંગ. 


કરુ છું હું આજે ખુદ સંગ ગોઠડી,

કે હસવાની ચાહતમાં અમે,

કેટ કેટલું રડ્યા છીએ. 


ખબર નથી કે કેટલું તડપ્યા છીએ,

કે જીતની બાજી હાર્યા છીએ, 


ખબર નથી મને કે એ શું 

સમજ્યા છે અમને,

એટલેજ કરવા બેઠા છીએ,

ખુદથી ખુદ સંગ ગોઠડી. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance