શબ્દો સંતાય છે!
શબ્દો સંતાય છે!
મનમાં ને મનમાં રહી જાય છે
વિચારો ધારાની જેમ વહી જાય છે
ઘણું બધું કહેવું છે મારે તેને
પણ જોને શબ્દો સંતાય છે
વહાલી તો શરમાણી ક્યારનીયે
હવે તો શબ્દો પણ શરમાય છે... જોને શબ્દો સંતાય છે
રોજ સામે મળે છે
રોજ નજરે ચઢે છે
આંખો જોઈ તેની
વાંકાચૂકા વમળો વિચારોના ઉભરાય છે...
ખોલી દવ કમાડ દિલના હું એમ મનમાં થાય છે
પણ ઠંડી ભારે શિયાળાની શબ્દો ગોદડીમાં છુપાય છે
વહાલી તો શરમાણી ક્યારનીયે
હવે તો શબ્દો પણ શરમાય છે... જોને શબ્દો સંતાય છે
આદત નથી કે જીવનમાં હાર માનું
ઉતરી ગઈ મનમાં તું કેમની?
આ તો થઈ ગયું બધું છાનુંમાનું
જડી ગયા બધાજ પુસ્તકો મને
બસ ખૂટે છે એક જ પાનું
કેવું છે મારે આવું નાનું નાનું
રૂપ જોઈ તારું આ શબ્દોય જોને શરમાય છે...
શોધું છું ઘણા પણ એતો સંતાય છે...
મનમાં ને મનમાં રહી જાય છે
વિચારો ધારાની જેમ વહી જાય છે
ઘણું બધું કહેવું છે મારે તેને
પણ જોને શબ્દો સંતાય છે
વહાલી તો શરમાણી ક્યારનીયે
હવે તો શબ્દો પણ શરમાય છે... જોને શબ્દો સંતાય છે...