ગણિતજ્ઞ
ગણિતજ્ઞ
હતો હું ભૂતકાળમાં કંઈક એવો
વિચાર્યા કરતો હતો કે
દુનિયાએ કીધો છે ડોબો
ચાલ કંઈક શીખી લેવા દે,
ક્યાં સુધી હું ગણિતમાં ક્લાસની બહાર રહીશ ?
મને કેમ સૂત્રો યાદ નથી રહેતા ?
ચાલ કરું આજે ગણતરી....
શીખું થોડુંક દાખલા ગણીને...
થોડાંક ચોપડીનાં ઉદાહરણ જોઉં
આજે વર્તમાનમાં ઊભો છું હું સમક્ષ આપની
રંગ લાવી છે મહેનત મારી
બન્યો છું હું શ્રેષ્ઠ ગણિતજ્ઞ,
બન્યો છું હું સફળ ગણિતમાં
કરો તમે જો તનતોડ મહેનત
પરિશ્રમથી તમે થશો સફળ.
