ગમતું નથી
ગમતું નથી
મારે ઊંચે આકાશ ઊડવું છે,
મને બંધનમાં રહેવું ગમતું નથી,
મારે ફૂલ બનીને ખીલવું છે,
મને કરમાઈ જાવું ગમતું નથી,
મારે પંખી બનીને ટહેલવું છે,
મને પિંજરામાં રહેવું ગમતું નથી,
મારે નદી બનીને ખળખળ વહેવું છે,
મને ખાબોચિયામાં રહેવું ગમતું નથી,
મારે સૂર્ય બનીને પ્રકાશિત થવું છે,
મને હતાશભર્યા કિરણો ગમતા નથી,
મારે તારા બનીને ઝળહળવું છે,
મને રાત્રીનો અંધકાર ગમતો નથી,
મારે માનવ બનીને જીવવું છે,
મને પગની બેડીઓ ગમતી નથી,
મારે સફળ નારી બનીને વિહરવું છે,
મને અબળા નારી ગમતી નથી.
