ગમશે મને
ગમશે મને
તારી સ્નેહવર્ષામાં ભીંજાવું ગમશે મને,
તારી બની તારામાં સમાવવું ગમશે મને!
ભલે આવે લાખ મુસીબત આપણી રાહમાં,
તારા સુખ દુઃખના સાથી બનાવુ ગમશે મને!
શબ્દોથી રમતાં સંબધોની માયાજાળમાં,
તારા મૌનની વાચા બનવું ગમશે મને !
જ્યારે સંબંધોની ભીડમાં તું અટવાઇશ,
તારા એકાંતનો એક માત્ર વિચાર બનવું ગમશે મને!
લાગણીના મહોરા પહેરીને ફરતી આ દુનિયામાં,
તારી લાગણીનો અંતિમ પડાવ બનવું ગમશે મને!