ગઝલ- પ્રણય
ગઝલ- પ્રણય
1 min
567
શરમ, શરમાઇને ઘૂંઘટ ઉઠાવી પણ નથી શકતી,
નયન ખોટા નચાવી દિલ મનાવી પણ નથી શકતી.
તમે સુંદર સરસ છો પણ હ્રદયથી સાવ ભોળા છો,
હ્રદયમાં ખૂબ કોમળતા બતાવી પણ નથી શકતી.
અહી મારા હ્રદયની લાગણી ઢીબાઈને કળપી,
પછી આ રાત પગરવ ને દબાવી પણ નથી શકતી.
સફરમાં પણ તમારી રાહમાં દિલ પણ છટપટે છે,
હવે દિલની ગલીઓ તું વળાવી પણ નથી શકતી.
પ્રણયની રાહમાં તો લાગણીઓ તો છળી ગઈ છે,
અને સંજોગ એવા તું સજાવી પણ નથી શકતી.