ગઝલ - મારે છે
ગઝલ - મારે છે
1 min
217
ષડયંત્ર જેવું ગંધ મારે છે,
આખુ જગત દુર્ગંધ મારે છે.
કંઈક અજબ વિચિત્ર વાતો છે,
ગપ ચીન અંધાધુંધ મારે છે.
આ વિશ્વ આખું શોકગ્રસ્ત છે,
પાપાત્માઓ ધંધ મારે છે.
વરવાઈ તેમની વિશ્વ જાણે છે,
મજબૂર થઈ ઘર બંધ મારે છે.
આવી પડી આફત હવે ટળશે,
સરકારની પાબંધ મારે છે.