ગઝલ - કાળા થઈ જશે
ગઝલ - કાળા થઈ જશે
કોલસાનું કામ કરતા હાથ કાળા થઈ જશે,
ને ફટાફટ નામ કરતા હાથ કાળા થઈ જશે,
એ વિચારો છોડ વાલા, એ વિચારો છોડ, કે
હોય જાજુ ગામ કરતા, હાથ કાળા થઈ જશે,
કોઈના ગજવા લૂંટીને તું ભલે ગજવું ભરે,
પણ લખીલે આમ કરતા હાથ કાળા થઈ જશે,
હાથમાં લેવા નહીં જો મેશ વાળા હોય તો,
સાફ એવા ઠામ કરતા હાથ કાળા થઇ જશે,
કર્મનો બદલો તો રાજા રામને દેવો પડ્યો,
તું છે મોટો રામ કરતા? હાથ કાળા થઈ જશે,
