ગઝલ હું જરા
ગઝલ હું જરા
નીકળી અસ્તિત્વ મારું શોધવાને હું જરા,
મુજ મહીં મુજને જ લાગી ગોતવાને હું જરા,
કોતરીને યાદનાંએ છુંદણા સંભાળવા,
જિંદગીની પોટલીમાં રાખવાને હું જરા,
આંસુ સારી બેસવુંના પાલવે કો પણ ઘડી,
બંધનો સઘળાય આજે છોડવાને હું જરા,
દેડકી બનવું નથી કૂવા તણી ગુંગળાઈને,
સફળતાના શીખરો છે, આંબવાને હું જરા,
માત, પત્ની, દીકરી સ્વરુપ જ સ્ત્રીના ઘણાં,
ન્યાયથી જીવન ચમનને, ખિલવવાને હું જરા,
નાર છું પણ ’દિવ્ય’ બીચારી નથી થાવું મને,
રાહના પથ્થર સમજણે, તોડવાને હું જરા,
