ગીતા છે મમ હૃદય
ગીતા છે મમ હૃદય
શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ, આવી જા તું મમ શરણ,
આત્માને અમર જાણ, દેહની નશ્વરતાને પહેચાન
થા તું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન,
સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવા સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ,
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુજ હાથ,
તું છે મારો ભક્ત સખા ને જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રૂપ.
