STORYMIRROR

Harshida Dipak

Drama Thriller

3  

Harshida Dipak

Drama Thriller

ગીત - ' શોણલાં આવે તારાં '

ગીત - ' શોણલાં આવે તારાં '

1 min
13.5K



જી રે મુને શોણલાં આવે તારા,

આખડિયુંને બંધ કરું ત્યાં આવતાં એ પરબારાં ....!

જી રે મુને શોણલાં.....! ..


ચોટલો વાળી, ચાંદલો ચોડી, ચોક વચાળે દોડી,

ચક્કર ચક્કર ફરતી જાતી સપનાં જોડી જોડી,

જી રે મારે દલડે યાદના મારા

વાતડિયુમાં શબદ સઘળા લાગતા જાણે ખારા ...,

જી રે મુને શોણલાં....! ..


ભાત ભરેલો કમખો પે'રી ઓઢણી માથે નાખી,

ઝાંઝરિયું ઝમઝમતી પે'રી ચાખડી પગમાં રાખી,

જી રે મીઠી વાતને ફેરવનારા,

ધીમે ધીમે તારી - મારી વાતની વહેતી ધારા ...,

જી રે મુને શોણલાં....!!


સપનું સપનું બોલતાં જાણે પાંપણના પલકારા,

મીંઢળનું મલકાવું અને ચૂડલીના થડકારા,

જી રે ધીમા ધબકારે ધબકારા,

ગોખમાં બેઠેલ દીવડો દેતો ધીમેરા હોંકારા...,

જી રે મુને શોણલાં.....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama