STORYMIRROR

Harshida Dipak

Drama Fantasy

3  

Harshida Dipak

Drama Fantasy

ગીત - ' કાન થનક થૈ નાચે '

ગીત - ' કાન થનક થૈ નાચે '

1 min
13.3K


આસોની અજવાળી પૂનમની રાતમાં, રાધાની સંગ કાન નાચે,

હો.. રાધાની સંગ કાન નાચે ..!


રાસડાની રમઝટમાં ગોપીઓ ભાન ભૂલી, કાનૂડાની સંગસંગ નાચે,

હો.. કાનૂડાની સંગસંગ નાચે ..!

હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે...


મોરપીંછ માથે'ને પગમાં છે મોજડી'ને મોજડીમાં હિરલાની જોડ,

વાંકળિયા વાળ એની લટકાતી ચાલ એની કેડમાં છે મીઠો મરોડ,


ચાંદાના ચમકારે મલકતાં મોહનજી, રાધાનું દલડુંયે વાંચે...,

હો.. રાધાનું દલડુંયે વાંચે.! ...

હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે ...!


પ્રેમ સંગ ખેલવાને રાધાએ ડોલીને, ગોપીઓએ સંગસંગ ડોલી,


થનગનતી રાતડીએ ચાંદાની સંગ, આજ ચાંદનીએ ઝિણેરું બોલી,

કાનાની સંગ રાસ લીલાઓ રમવાને નવરંગી દલડાંઓ યાચે..,

હો .. નવરંગી દલડાંઓ યાચે., .,

હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે ...!


અજવાળી રાતોમાં કાનાની આંખડીયે તાલીઓના તાલમાં ડોલે,


સૂર અને તાલમાં ભાન ભૂલી ગોપીઓ કાનાનું નામ ધીમું બોલે,

વાંસળીના સૂર ચાર દિશામાં ગુંજતાને સંગસંગ મનડાઓ નાચે..

હો .. સંગસંગ મનડાઓ નાચે..!

હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે ...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama