STORYMIRROR

Harshida Dipak

Drama Fantasy

3  

Harshida Dipak

Drama Fantasy

ગીત - ' દરવાજો '

ગીત - ' દરવાજો '

1 min
14.3K




ઉંબર પર ઉભેલો દરવાજો હળવેથી બોલે,

ભેદ બધા જીવતરના આગળિયે દાબીને ખોલે,

આજ દરવાજો હળવેથી બોલે..


સાંધા તૂટે તો ઝીણી ખીલી મારીને દાબી દેવાના ઝટપટ,

દરવાજો ફુલે તો છોલીને એને સરખો કરવાનો છેવટ,

થનગનતો થનગનતો આવકારો આપીને ડોલે ....

આજ દરવાજો હળવેથી બોલે..


અંદર કે બાહર બધી વાતોને એવી તો ભીતરમાં રાખી,

લાખેણી લાજ બધી ધીમેથી પોતેજ આગળિયે વાખી,

અંધારી રાતોમાં મન ફરી એનઘેન ચડતું'તું ઝોલે.....

આજ દરવાજો હળવેથી બોલે..


Rate this content
Log in

Similar gujarati poem from Drama