STORYMIRROR

Nana Mohammedamin

Inspirational Others

4  

Nana Mohammedamin

Inspirational Others

ઘણા છે

ઘણા છે

1 min
404

ઉડતો નહીં બહું ઊંચે તું, 

પતંગ કાપવાવાળા ઘણાં છે,

ઈર્ષા છે બધાની આંખોમાં.

ઊંચાઈ માપવાવાળા ઘણાં છે.


તું બળતો રહીશ અંદરથી 

આગમાં તાપવાવાળા ઘણાં છે,

સતત જો તું ચઢતો રહીશ, 

તો અહીં પછાડનારા ઘણા છે.


બધાને પ્રેમ જ આપતો રહીશ 

પરંતુ અહીં તો નફરત ફેલાવનારા ઘણા છે,

આશા ના રાખ ઓલવશે કોઈ, 

આગમાં ધી નાખવા વાળા ઘણા છે.


"નાના"જો ખોદીશ ખુદની કબર, 

તો અહીં દાટવાવાળા ઘણા છે,

ઉડતો નહીં બહું ઊંચે તું, 

પતંગ કાપવાવાળા ઘણાં છે,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational