STORYMIRROR

Jashubhai Patel

Romance

3  

Jashubhai Patel

Romance

ઘાયલ

ઘાયલ

1 min
14K


સ્વપ્નમાં ખળભળવું છોડી દે ,

આમ નાહક સતાવવાનું છોડી દે .

ઝાડની ડાળે તું છોને ઝૂલતી ,

આમ વારંવાર ટહૂકવાનું છોડી દે .

પવનમાં લહેરાય ભલે ઝૂલ્ફો તારી ,

ચહેરા પર લહેરાવવાનું છોડી દે .

હંસની દોસ્તી ભલે તું રાખજે ,

લચકતી ચાલે ચાલવાનું છોડી દે .

રાખ છોને કાતિલ કટારી પાસ તું ,

નયનથી ઘાયલ કરવાનું છોડી દે .

છું જ પાગલ પ્રેમમાં તારા હું 'જશ' ,

સ્મિતથી પાગલ બનાવવાનું છોડી દે 


Rate this content
Log in

Similar gujarati poem from Romance