STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

ગગન વિહાર

ગગન વિહાર

1 min
148

પંખી તે પાંખ મહી,

ઊંચેરા આભ તણાં,

અમે તો ઊડનારા,

ગગન વિહારનાં પારેવાં,


પાંખો અમારી ને આંખો,

જાણીએ ના અમે કદી દિશા,

સાંજ પડતાં, અમે તો માળામાં

અમે ગગન વિહારનાં પારેવા,


વાદળોની સંગ, વાત અમે કરતાં,

મેઘધનુષ્યના રંગે રંગાતાં,

સૂરજદાદાનાં કિરણોને સંગ,

અમે ગગન વિહારનાં પારેવાં,


વાયરાંના મીઠાં સંગીતમાં,

પાંખો અમારી થનગનતી,

વન વગડે અમે ફરનારાં,

અમે ગગન વિહારનાં પારેવાં

અમે ગગન વિહારનાં પારેવાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama