ગાંધી બાપુને અંજલી
ગાંધી બાપુને અંજલી
ગાંધી બાપુને અંજલી હું શું આપું ?
થયાં છે શ્રદ્ધા તણાં પુષ્પો ઘણાં મોંઘાં,
મોંઘવારીનો આ દાવાનળ સળગ્યો છે,
બાપુની દુનિયામાં દિલાસા થયાં ઘણાં મોંઘા,
કહ્યું છે બાપુ તમે ખરાબ નહીં જુઓ,
આ દુનિયાની નજરોને લાગ્યાં છે ઝેર ઘણાં,
કહ્યું છે બાપુ તમે ખરાબ ન સાંભળો,
આ કાનમાં વાગે છે ડી.જે. ના સૂર ઘણાં,
કહ્યું છે બાપુ તમે ખરાબ ન બોલો,
આ જીભલડીમાંથી નીકળે છે ચિત્કાર ઘણાં,
રામરાજ્યની કલ્પના હતી તમારી,
રાવણ રાજ્ય બન્યાં છે અહીં ઘણાં,
ભારતનાં બાપુ તમે અહિંસાના પૂજારી,
પગલે પગલે થાય છે અસત્યનાં પ્રયોગો ઘણાં,
જેમ થાય છે અવતાર ઈશ્વર તણો,
અવતાર ધારણ કરી જુઓ ભારતનાં રૂપો ઘણાં,
ઉપવાસો કરી, કર્યા સત્યાગ્રહ જીવનમાં,
બેહાલ ભારતની ગરીબ પ્રજાનાં નિઃસાસા ઘણાં,
"સખી" દિલની મોંઘવારી નડતી નથી મને,
લાગણીઓથી ભરેલી કાવ્યાંજલી અર્પું તમને.
