STORYMIRROR

Rajesh Hingu

Inspirational Others

5.0  

Rajesh Hingu

Inspirational Others

ગામમાં

ગામમાં

1 min
953


એટલે રહેવું ગમે છે ગામમાં,

ખોરડાં મોટા મળે છે ગામમાં.


સૌની આંતરડી ઠરે છે ગામમાં,

રોટલા તાજા મળે છે ગામમાં.


કો'ક દી આવો અને ચાખી જૂઓ,

મીઠડાં માનવ મળે છે ગામમાં.


હુંફથી જીવે પરસ્પર સૌ અહીં,

ઢોરનાયે ધણ ચરે છે ગામમાં.


હું ભલે આ શહેરમાં ખોવાઈ ગ્યો,

દિલ સદા મારું ફરે છે ગામમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational