STORYMIRROR

Purvi Shukla

Inspirational

5.0  

Purvi Shukla

Inspirational

દીકરી

દીકરી

1 min
972


નમણી નાજુક વેલ સમી છો ને કહેવાતી હું દીકરી

તોય સાવ અડીખમ સ્તંભ સરિખી જાત છે મુજ અદકેરી,


છો ને કહેવાતી હું એક દીકરી

તોય જાત મારી અદકેરી,


ઉંચા ઉંચા વિમાન ઉડવું

સંગે ગેસ પર કુકર ચડાવું,

તોય પળ પળ મુજની કસોટી થાય આકરી,

નમણી.....


સમજ જ્ઞાન મુજ મા ના વારસામાં,

ઝટપટ કામ પતાવું થોડા અરસામાં,

કદીક મા, કદીક પત્ની રૂપે જાઉં છું હું અવતરી,

નમણી...


નવ હીન ગણશો કોઈ,

નવ અવગણશો હવે કોઈ,

ઈશ ની અનોખી એવી છું હું કારીગરી,

નમણી....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational