STORYMIRROR

Heena Chirag Vadher

Inspirational Others

3  

Heena Chirag Vadher

Inspirational Others

મારી ઈચ્છા

મારી ઈચ્છા

1 min
219

તને સ્પર્શવાની ઈચ્છા,

તારામાં ખોવાવાની ઈચ્છા,

તને મળીને ખુબ વાતો કરવાની ઈચ્છા,

હે વ્હાલા આકાશ, મને તો તને આંબવાની ઈચ્છા.


કૂદકો લગાવ્યો ઊંચે ઊંચે,

પેલા હીંચકાને ફગાવ્યો ઊંચે ઊંચે,

અરે મે તો જૂની નિસરણી પણ મૂકી જોઈ,

પરંતુ તને ના આંબી શકી.


કોઈ ના હોય ત્યારે તું તો હોય જ,

સામે જ દેખાય, છતાં સ્પર્શી ના શકાય,

આ તે વળી કેવું,

છતાંય મારી ઈચ્છા તો રહેવાની જ

તારા વિશાળ ફલક પર કૂદવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational