સુખદ ક્ષણ
સુખદ ક્ષણ
આજે મે.... એકધારા વહેતા સમયને
સુખદ ક્ષણોમાં બદલાતો જોયો...
આજે મે મારા શાંત અને ગંભીર મનને
સતત બોલતું ને ચંચળ થતું જોયું...
મારા ચહેરાના દરેક ભાવને...
ફક્ત આનંદ વ્યક્ત કરતા જોયું..
આજે મે મારા સ્થિર સ્થગિત સમયને
સાગર સમાન હિલોળા લેતો જોયો,
જ્યારે જાણ્યું કે ...
મારામાં જ કોઈક મારા જેવું જ આવ્યું,
જ્યારે લાગ્યું કે ...
મારો કૃષ્ણ મારી સાથે રમવા આવ્યો
કે પછી એની ગોરી રાધા
ખૂબ બધું વ્હાલ કરવા આવી..
મારો તો આ સમય જ બદલાયો
કેવી અદભુત
કેવી સુખદ...
સુંદર મજાની ક્ષણોને લાવ્યો....
