STORYMIRROR

Heena Chirag Vadher

Drama

3  

Heena Chirag Vadher

Drama

કોણ છું હું

કોણ છું હું

1 min
393

કોણ છું હું ???

હું બાળપણ, હું જુવાની ને હું જ એ વૃદ્ધત્વ,

હા....

મારામાં જ નિર્દોષ બાળપણ,

મારામાં જુસ્સા ભરેલી જુવાની,


ને પછી આવ્યું ધીર ગંભીર ને ક્યારેક વળી નિર્માલ્ય ને બિચારું વૃદ્ધત્વ,

સમજાતું નથી કે...આ સમયચક્રમાં ફસાયેલ

કોણ છું હું????


જન્મ લઉં, ને વળી મૃત્યુ પામું,

આ બે ઘડીની વચ્ચે કેટકેટલું જીવું,

ખાલી શરીરથી જ પરિવર્તન પામું,

કે કંઇક બીજું પણ......


હું જ બાળક,હું યુવાન ને હું જ એ વૃદ્ધ

કે પછી આ ત્રણેયમાંથી કંઈ જ નથી હું..

તો પછી કોણ છું હું????



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama