STORYMIRROR

Bindya Jani

Inspirational Others

3  

Bindya Jani

Inspirational Others

પ્રકૃતિની પુકાર

પ્રકૃતિની પુકાર

1 min
169

હું તો છું તમારી જીવન દાતા,

લોકો કહે મને પ્રકૃતિ માતા.


ધરોહર છે વન્યસંપત્તિ આ,

સાચવશો તો મળશે જીવન સદા.


વૃક્ષ આપે છે સૌને શાતા,

વરસાદથી ખુશ ધરતી માતા.


પ્રદુષિત થઈ ગઈ છે ધરા,

હવે તો શરમ કરો જરા.


વિવિધ રૂપોથી આપું છું શાતા,

તમારા હાથમાં છે પ્રકૃતિ માતા.


બચાવો રે કોઈ મને બચાવો,

હું તો છું તમારી જીવન દાતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational