STORYMIRROR

Kinjal Pandya

Inspirational

4.8  

Kinjal Pandya

Inspirational

મને ગર્વ છે કે હું સ્ત્રી છું

મને ગર્વ છે કે હું સ્ત્રી છું

1 min
1.3K



કદી ઝુકીશ નહીં

કદી હારીશ નહીં


કોઈ પણ પરિસ્થિતિમાં

પાછળ હું હટીશ નહીં..


બધા જ રુપ મારામા

અને હું બધામાં


મારામાં દૈવિત્વ સ્વરુપ

હા

હું સ્ત્રી છું...


સુંદરતા, સમજ અને સંસ્કારનો સમન્વય મારામાં

એથી જ તો

હું મારી પહેલી પસંદ છું.


કારણ, હા

હું એક સ્ત્રી છું .


ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવી સ્થિતિનો સામનો

જે કરે

હા

હું એ જ હું સ્ત્રી છું..


ઋષી પરંપરાને વળગી

આધુનિક જીવન જીવતી

હા,

હું એજ સ્ત્રી છું..


જો હું સીતા બની ને ધરતીમાં સમાઉં..!!??

તો,

હું એ જ મહાકાળી છું, હું એજ અંબિકા છું

સમય આવ્યે ખપ્પર ઉપાડતાં ખચકાઈશ નહીં..


આપું હું વચન પોતાને

કદી હું તૂટીશ નહીં,

કદી હું ઝૂકીશ નહીં

સર્જનહારી હું છું,


તો

સમય આવ્યે સંહાર કરતા પણ શરમાઈશ નહીં..

હા,

હું સ્ત્રી છું...

મને ગર્વ છે કે હું સ્ત્રી છું!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational