પાઠવું રે
પાઠવું રે
પાઠવું રે પાઠવું શુભેચ્છા તમને
આપે ઈશ્વર દિર્ઘાયુ તમને
પાઠવું રે પાઠવું....
જીવનપંથે રે આગળ વધજો
નામ રોશન જગમાં કરજો
પાઠવું રે પાઠવું...
હસતાં હસતાં રે જીવો જિંદગી
કરું રે ઈશ્વરને એવી બંદગી
પાઠવું રે પાઠવું...
જન્મ રે દિનની ઘણી શુભેચ્છાઓ
મળે આશિષ સૌના રે નરેન્દ્ર આપને
પાઠવું રે પાઠવું.
