રંગોની દુનિયા
રંગોની દુનિયા
નવ નવ રંગોની પહેરીએ સાડી
રાજી રાજી થાય મારી અંબા માવડી,
શાંત રંગ અપાવે શાંતિ હરપળ
ગ્રે રંગ થકી વધે એ પળપળ,
ભવ્યતા અને સમૃદ્ધિ મળે અપાર
જીવનમાં જો અપનાવે ગ્રે રંગ,
સુખ અને શાંતિ મળે જગમાં
કલેશનું સમાધાન આપે પળમાં,
રંગોની દુનિયા હોય છે અનેરી
જેનાથી દુનિયા બને છે રંગબેરંગી.
