STORYMIRROR

Bhavna Chauhan

Inspirational Others

3  

Bhavna Chauhan

Inspirational Others

માડી

માડી

1 min
196

ગબ્બર ગોખવાળી માડી, 

અંબા ભવાની માડી, 

હાજરાહજૂર છે.  


આરાસુરવાળી માડી, 

ભક્તોની તું બેલી માડી, 

હાજરાહજૂર છે.  


પગપાળા આવે છે માડી ભક્તો તારાં ધામે  

હરખે ને ઉમંગે માડી ગુણલાં તારાં ગાવૈ. 


મમતાળી તું માડી મારી, 

દુ:ખડાં હરનારી માડી, 

હાજરાહજૂર છે.


માડી તારાં મંદિરિયામાં અખંડ જ્યોત ઝળહળે

દર્શન એનાં કરી ભક્તો મનમાં હરખાય,


ચાંચરચોકવાળી માડી, 

ગરબે ઘૂમનારી માડી, 

હાજરાહજૂર છે.  


નવ રૂપે પૂજાણી માડી નવખંડે ઓળખાણી  

દુ:ખોની હરનારી માડી, સુખોની દેનારી,


આસોમાં તું આવી માડી, 

પડવે પ્રગટાણી માડી, 

હાજરાહજૂર છે.  


ગબ્બર ગોખવાળી માડી, 

અંબા ભવાની માડી, 

હાજરાહજૂર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational