પુરૂષ બનવું સહેલું નથી
પુરૂષ બનવું સહેલું નથી
સ્ત્રીઓ માટે લખાયું ખૂબ, પણ પુરુષને સમજવાની કોશિશ કરી છે ?
મારે પણ કોમળ હૈયું છે આ હૈયામાં ધારણ કરી મે અનેક જવાબદારી છે,
ભલે લોહ સમ છાતી મારી, પણ તેમાં ભરી લાગણીઓ અપાર છે,
ક્યાંય ઝૂકવું નહિ એ મારો દંભ નથી પણ પ્રકૃતિગત મારો એ સ્વભાવ છે,
બહારથી કડક મિજાજી ભીતર મારામાં છે લાગણીનો ભંડાર,
સ્ત્રીને બનાવીને રાખીએ છીએ હૈયાની રાણી,
ક્યારેક તો સમજો કોઈ અમારી મૌન વાણી,
અમારી સાથે મિત્રતા તો કરી લો,
પછી બસ હૈયે તમારે અનેક ખુશી ભરી લો,
પુરૂષ હોવું સહેલું નથી દોસ્ત,
સપનાંઓ બધા કરવા પડે છે અસ્ત.
