પ્રેરણાનો પરબ છે મારું ઘર
પ્રેરણાનો પરબ છે મારું ઘર
છેડો દુનિયાનો છે મારું ઘર,
સલામતી બક્ષે મને મારું ઘર,
હૂંફ, સ્નેહ, સત્કાર આપે મારું ઘર,
હારું ત્યારે હિંમત પૂરી પાડે મારું ઘર,
મમતા અને લાગણી આપતું મારું ઘર,
ટાઢ તડકો વરસાદથી રક્ષતું મારું ઘર,
મીઠી ઊંઘ અને નવા શમણાં આપતું મારું ઘર,
મા બાપની લાગણી, ભાઈબહેનનો હેત વરસાવતું મારું ઘર,
પેટની ભૂખ સંતોષતું મારું ઘર,
જીવનના દરેક તબક્કે છત્ર સમુ છે મારું ઘર,
ઈંટ સિમેન્ટ અને ફક્ત પથ્થરથી નહીં હેત, સ્નેહ અને પ્રેમથી બન્યું છે મારું ઘર,
સ્વર્ગનો અહેસાસ કરાવતું મારું ઘર,
માબાપની હૈયાતી થકી તીર્થ સમુ,
લાગતું મારું ઘર,
સવારે બંદગી થકી પવિત્ર બનતું મારું ઘર,
પ્રેરણાનો પરબ છે મારું ઘર.
